Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જામકંડોરણાના અનુજાતીના લોકોએ હિજરત કરવાના મામલે ટીમ ચરેલ ગામે પહોંચીને રજુઆત સાંભળી

રાજકોટ,તા.૧૧: જામકંડોરણાના ચરેલ ગામે અનૂજાતીના લોકો એ હિજરત કરવાની રજૂઆતના મામલે જીલ્લા કલેકટર,જીલ્લા પોલીસ વડા, જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ટીમે ચરેલ ગામે પહોંચીને રજૂઆત સાંભળી હતી ચરેલ ગામે બંને સમાજો ના લોકો સાથે બેઠક કરાઈ ઙ્ગ હતી

જામકંડોરણાના ચરેલ ગામે અનૂજાતીની મહીલાની હત્યાના બનાવ મામલે અનૂજાતીના લોકોએ ચરેલ ગામેથી હિજરત કરવા અગે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી આ મામલે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન,જીલ્લા પોલીસ વડા બલરામ મીના, જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા,ધોરાજી નાયબ કલેકટર જી વી મીયાણી,નાયબ પોલીસ વડા સાગર બાગમર, તાલુકા વિકાસ અધિકારી,જામકંડોરણા મામલતદાર સહિતના અધિકારીઓ ની ટીમ ચરેલ ગામે દોડી જઈ ને અનૂજાતી ના લોકો ની રજૂઆતો પશ્રો સાંભળ્યા હતા.

આઙ્ગતંત્ર વાહકો ની ટીમેઙ્ગ ચરેલ ગામ પંચાયત ખાતે ગામનાં ક્ષત્રિય સહિત ના સમાજો ની સાથે બેઠક કરી મામલા નો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરાયો હતોજામકંડોરણા ના ચરેલ ગામે જીલ્લા પોલીસે વડા બલરામ મીના એ જણાવ્યું હતું કે હાલ ચરેલ ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવણી કરાયો છે.

ચરેલ ગામનાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે ચરેલ ગામે તમામ સમાજ હળીમળીને રહે છે કાયદો અને વ્યવસ્થા સ્થિતી શાતીપૂર્ણ છે ચરેલ ગામ ના લોકો હળી મળીને રહે તે માટે કલેકટર,જીલ્લા પોલીસ વડા,જીલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ એ અનૂજાતી સમાજના લોકો તથા ક્ષત્રિય સહિતના અન્ય સમાજ ના લોકો સાથે અલગ અલગ બેઠક કરાઈ હતી જે બેઠક માં અનૂજાતી ના લોકો હિજરત કરવા રજૂઆત કરાઈ હતી

વધુમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે જે સંતોષ કારક છે અમૂક બહાર ના લોકો અનૂજાતી ના લોકો માંઙ્ગ ભય નૂ વાતાવરણ ઉભૂ કરી ને હિજરત કરવા પેરવા પડેલ હોવાં થી ગ્રામજનો મા પૂર્વગ્રહ બંધાયેલો છે તે દૂર કરવા માટે ચરેલ ગામના ગ્રામજનો એ પ્રયાસો કરાઈ રહયા છે.

(10:57 am IST)