Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દ્વારકાના દિપ ગડેચાએ હકુભાને ટવીટ કરતા જ પાણીનો નિકાલ શરૂ

દ્વારકા તા.૧૦ : છેલ્લા પાંચ દિવસથી દ્વારકા શહેરના અર્ધા ભાગમાં પાણી ભરાતા થયેલ બંદતર હાલતને લઇને આખરે દ્વારકાના રઘુવંશી યુવાન દિપ ગડેચાએ રાજયમંત્રી હકુભા જાડેજાને ટ્વીટર ઉપર રજુઆત કરતા હકુભાએ દ્વારકાની આ સ્થિતિ અંગે રાજયના મુખ્ય સચિવ અનીલ મુકીમને જાણ કરી રાહત કામગીરી શરૂ કરવા જણાવતા પાંચ પાંચ દિવસથી લોકોના હાર્ડ સમાન પ્રશ્નનો ઉકેલ ગણતરીની કલાકમાં આવી ગયો હતો.

રાજય સરકાર દ્વારા ગઇકાલે ગાંધીનગરથી નર્મદા કેનાલના જાયન્ટ પાણી નિકાલના પમ્પ રવાના કરાયા હતા. જે ગઇકાલે રાત્રે દ્વારકા આવી પહોંચતા આજે સવારે પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડીયાએ નર્મદા કેનાલના આ  પમ્પથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઇ છે. ડુડીયાના જણાવ્યા પ્રમાણે નર્મદાનો પાણીના નિકાલનો આ પંપ એટલો વિશાળ ક્ષમતાનો છે કે ગણતરીની કલાકોમાં પાણીનો વિપુલ જથ્થાનો નિકાલ કરી શકાશે. ખાસ નોંધનીય બાબત એ છે કે દ્વારકાના એક નવ યુવાન દિપ ગડેચાએ હકુભાને ટવીટ કર્યુ અને ઉત્સાહી રાજય મંત્રી એજ શ્રીએ મુખ્ય સચિવને જાણ કરતા ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રશ્નનો ઉકેલ આવવાની શરૂઆત થઇ તે દ્વારકાધીશજીની કૃપા કહેવાય હકુભાના આ પ્રયત્નથી દ્વારકાનો જીવન વ્યવહાર અને ધંધા રોજગાર પુનઃ વહેલી તકે શરૂ થશે.

(10:55 am IST)