Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઉનાના સોનારીમાં તીનપતી જુગાર રમતા ૧૦ શખ્સો ર૪ હજાર રોકડ સાથે ઝડપાયા

ઉના, તા.૧૧ : સોનારી ગામે જાહેરમાં તીનપતી જુગાર રમતા ૧૦ શખ્સોને રૂ. ર૪ હજાર રોકડા સાથે પોલીસે પકડી પાડેલ છે.

ઉના શહેર તથા તાલુકામાં જુગાર દારૂની બદી બંધ કરવા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી પોલીસ જમાદાર કમલેશભાઇ જે. પીઠીયા, નીલીશભાઇ, જગદીશભાઇ, કરશનભાઇ, મેહુલસિંહ, ભીખુસા બચુશા વિગેરે સ્ટાફે રેડ પાડતા (૧) મુકેશ દેવાતભાઇ (ર) નાનુ રામભાઇ (૩) હર્ષદ ભાણાભાઇ (૪) પાંચા રણસીભાઇ (પ) ભરત ધીરૂભાઇ (૬) રમેશ દુદાભાઇ (૭) પ્રવિણ ગોવિંદભાઇ (૮) ગોપાલ સામતભાઇ (૯) જીવા મસરીભાઇ (૧૦) કરશન હમરભાઇ રે. તમામ સોનારી વાળાને પૈસાની હારજીતનો ગંજીપતા વડે જુગાર રમતા રોકડા રૂપિયા ર૪૦૧૦ સાથે પકડી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(10:54 am IST)