Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મુળી પંથકમાં હોમ લર્નિંગ સ્ટડીએ વિદ્યાર્થીઓને ઘેલુ લગાડયું

ગ્રામ્ય પંથકના શિક્ષકોની નિષ્ઠા પૂર્વકની મહેનત રંગ લાવી

વઢવાણ,તા.૧૧:મુળી તાલુકાના સરા સરલા લીયા આંબરડી ટીડાણા સહિત ગામોના શિક્ષકો દ્રારા હોમ લર્નિગ સ્ટડી અતર્ગત વિદ્યાર્થીઓને ઓન લાઇન અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરી તેનુ સતત મુલ્યાકન કરી રહયા છે.

ઙ્ગ મૂળી તાલુકામા હોમ લર્નિગ સ્ટડી અતર્ગત વિદ્યાર્થીઓને વધુ નેવધુ માર્ગદર્શન મળે વિદ્યાર્થીઆઙ્ખ ઓનલાઇન અભ્યાસ કરવા આકર્ષાઇ તેમાટે સતત પ્રયત્નો શિક્ષકો કરી રહયા છે.શિક્ષકો જુદા જુદા વિષયોના અભ્યાસક્રમ ચલાવતા વિડીયો બનાવી ઓનલાઇન એકમ ટેસ્ટ પ્રશ્ર્નોતરી કવીઝસ્પર્ધા સહિત

કાર્યક્રમો દ્રારા હાલ કોરોના મહામારીના સમયે શાળાઓમા રજા જાહેર હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ન બગડે તે માટે સતત પ્રયત્નશીલ બન્યા છે સરા સરલા લીયા આંબરડી ટીડાણા ગામના શિક્ષકો દ્રારા વિદ્યાર્થીઓના ધરે ધરે જઇ વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્ર્નો હોમવર્ક એકમ કસોટી અંગે મુલ્યાકન સાથે માર્ગદર્શન આપી રહયા છે.

મૂળી તેજેન્દ્ર પ્રસાદજી મા અને ઉ.મા શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિહઝાલા ના માર્ગદર્શન હેઠળ મૂળી સહિત કુકડા ગઢાદ ગામે રૂબરૂ વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઇને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ તપાસી વાલીઓ સહિત વિદ્યાર્થી ને હોમ લર્નિગ સ્ટડી અતર્ગત શાળાના શિક્ષકસ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પોતાની શાળાના શિક્ષકો દ્રારા અભ્યાસક્રમને લગતા વિડીયો બનાવી વોટસપના માધ્યમ યુ ટયુબ ચેનલો દ્વારા પ્રસારિત કરી મૂળી સહિત અન્ય શાળાના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે તેવા ભગીરથ પ્રયાસો મૂળી પંથકના શિક્ષકો કરી રહયા છે શિક્ષકોના ભગીરથ પ્રયાસ ના કારણે હોમ લર્નિગ સ્ટડી એ મૂળી પંથકના વિદ્યાર્થીઓને ધેલુ લગાડયુ છે.

(9:58 am IST)