Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મોરબીઃ છાત્રાલયની વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ

 મોરબી : લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા. કરશનભાઈ મેઘજી ભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા મોરબીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ નોટબુકનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવ્યુ છે ત્યારે તાજેતર કચ્છ રાપર મુકામે શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયમા અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને મોરબીની સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરવામા આવી હતી .જેમા વિદ્યાર્થીની દીઠ ૧૦ ફુલ સ્કેપ નોટબુક, પેન્સિલ,ઈરેઝર,શાર્પનર, સ્કેલ, પાઉચ સહીત ની અભ્યાસ સામગ્રીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે સંસ્થાના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલ પંડીત સહીતના રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓને પોતાના વરદ્ હસ્તે વિતરણ કર્યુ હતુ. તે તસ્વીર.

(9:56 am IST)