Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઓખા મંડળમાં અતિવૃષ્ટિના કપરા સમયમાં ભામાસા માણેક પરિવારની સેવાની સરવાણી

ઓખો જગથી નોખો, ખારા સમુદ્ર કિનારે મીઠાપાણીની નદીઓ ઝરણા વહાવ્યા

ઓખા,તા.૧૧: રાજ્ય અને જીલ્લાઓમાં કોઇ પણ પરિસ્થિતી હોય, પણ અમારો ઓખો જગથી નોખો તે કહેવત મુજબ ઓખા મંડળ વિસ્તારમાં કોઇ પણ જાતની સુખદ દુઃખદ પરિસ્થિતીમાં હર હમેશા પ્રજા સાથે રહીને ભામાસા માણેક પરીવાર પોતાની કોઠાસુજથી પ્રજાની કોઇ પણ પ્રશ્નની કોઇ પણ પ્રશ્ન કે પરિસ્થિતીમાં સ્વજન જેમ સાથે રહી હમેશા સેવા આપી રહ્યા છે.

ઓખા ખાતે ભારે વરસાદના લીધે ભરાયુલ મુસીબત રૂપી પાણીને દુર કરવા માટે પોતાના તમામ સાધનો મશીનરીને કામે લગાડી દિવસ રાત જોયા વગર લોકલાડીલા નેતાશ્રી પબુભા વિરમભા માણેક,શ્રી સહદેવસિંહ માણેક, નિલેશભા માણેક તથા ઓખા નગરપાલીકા પ્રમુખ ચેતનભા માણેક ખુદ અસરગ્રસ્ત સ્થળો પર રૂબરૂ કામગીરી કરવાના આ અભિગમનને ઓખા મંડળની પ્રજાએ બીરદાવી છે.

(9:54 am IST)