Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મોરબીમાં કોરોના વધુ એક દર્દીને ભરખી ગયો

અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૬: ગઇ કાલે એક જ દિવસમાં ૧૨ કેસ નોંધાતા કુલ કેસ ૯૩ થયા

મોરબી,તા.૧૧: મોરબીમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે શુક્રવારે રેકર્ડબ્રેક ૧૫ કેસ નોંધાયા હતા જેમાં મોરબીના એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જે વૃદ્ઘનું મોડી સાંજના મૃત્યુ થયું છે.

મોરબીમાં કોરોનાને પગલે ગુરુવાર સુધીમાં પાંચ મૃત્યુ થયા હતા અને આજે મોરબીથી લેવાયેલા સેમ્પલમાંથી ૯ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જેમાં મોરબીના વિઠ્ઠલનગરના રહેવાસી ભીમજીભાઈ રાઠોડ (ઉ.વ.૮૩) દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જોકે સાંજના સુમારે દર્દીનું મોત થયું છે

તો દર્દીના મોત બાદ સ્મશાનવાળા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે મંજુરી ના આપતા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો જોકે બાદમાં આરોગ્ય તંત્રને બાબત ધ્યાને આવતા યોગ્ય વ્યવસ્થા કરવા તંત્રએ તજવીજ હાથ ધરી છે વધુ એક દર્દીના મોતથી જીલ્લામાં કુલ છ દર્દીના કોરોના ને પગલે મોત થયા છે

મોરબી જીલ્લામાં ગત રવિવારે કોરોના બોમ્બ ફૂટ્યો હતો અને સૌથી વધુ ૧૨ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા તો કાલે શુક્રવારે મોરબી જીલ્લામાં ફરી કોરોના બોમ્બ ફૂટ્યો હતો મોરબી શહેર, ગ્રામ્ય, વાંકાનેર અને હળવદ પંથકમાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૧૫ કેસ નોંધાયા હતા અને જીલ્લાનો કુલ આંક ૯૩ થયો છે તો જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ પાંચ દર્દીના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.

મોરબી જીલ્લામાં શુક્રવારે પણ કોરોનાના નવા કેસો સામે આવ્યા છે જેમાં મોરબીની પારેખ શેરીના ૮૫ વર્ષના વૃધ્ધા, વસંત પ્લોટના ૬૨ વર્ષના વૃદ્ઘા, રવાપર રોડ વિદ્યુત પાર્કના ૬૧ વર્ષના વૃદ્ઘ, અને શનાળા રોડ પરની અરીહંત સોસાયટીના ૬૭ વર્ષના વૃદ્ઘનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે ઉપરાંત હળવદ તાલુકાના ધનાળા ગામના ૫૯ વર્ષના વૃદ્ઘનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે વાંકાનેરના વાંકિયા ગામના ૬૦ વર્ષના વૃદ્ઘનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ઉપરાંત મોરબી ખાતેથી લેવાયેલા સેમ્પલના રીપોર્ટ બાકી હોય જેના રીપોર્ટ આવતા વધુ નવ કેસ સામે આવ્યા છે જેમાં મોરબીના યદુનંદન પાર્કના ૨૬ વર્ષના યુવાન, શકત શનાળાના ૪૫ વર્ષના આધેડ, વાવડી રોડ ભોળની વાડીના ૨૯ વર્ષના યુવાન, પુનીતનગરના ૩૦ વર્ષના યુવાન, જેટકો મોરબીના ૮૦ વર્ષના મહિલા, મોરબી વિદ્યુતપાર્કના ૫૫ વર્ષના મહિલા, મોરબીના ૫૫ વર્ષના પુરુષ, શનાળા રોડ વિઠ્ઠલનગરના ૮૩ વર્ષના વૃદ્ઘઙ્ગ તેમજ વાંકાનેરના પ્રતાપ ચોકના ૨૭ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

શુક્રવારે રેકર્ડબ્રેક ૧૫ કેસ નોંધાયા છે અને મોરબી જીલ્લામાં કુલ કેસનો આંક ૯૩ પર પહોંચ્યો છે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ પાંચ દર્દીના મોત થયા છે મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.(૨૨.૧૯)

(10:51 am IST)