Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મોરબીમાં ૧ માસમાં ૧૨ વ્યકિતઓના એટીએમમાંથી ૫ લાખની રકમ ગાયબ...

ચીટર ટોળકી સામે ગુન્હો નોંધાયો : ગઠીયાઓથી સચેત રહેવા પોલીસની અપીલ

મોરબી તા. ૧૧ : મોરબીમાં એટીએમમાંથી નાણાં ઉપડ્યા બાદ જુદા – જુદા બાર આસામીઓની જાણ બહાર ઙ્ગગઠિયાએ એક પછી એક તમામ ખાતા ધારકના બેન્ક ખાતામાંથી રૂ. ૫,૦૫,૧૮૦ રૂપિયા તફડાવી લેતા આ ગંભીર બનાવ મામલે એલસીબી ટીમે આઈ.ટી.એકટ મુજબ ગુન્હો નોંધી ભેજાબાજ ચીટર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ બેન્કના ખાતા ધારકોની જાણ બહાર એ.ટી.એમ. દ્વારા રૂપીયા ઉપાડી ફ્રોડ થતુ અટકાવવા અગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા અરજદાર વાસુદેવભાઇ ખેલશંકરભાઇ વ્યાસ રહે. રવિપાર્ક-ર વાવડી રોડ મોરબી વાળાના બેન્ક એકાઉન્ટ માથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ઠીયાના એ.ટી.એમ. દ્વારા રૂ.૨૦,૫૦૦ અરજદારની જાણ બહાર ઉપડી ગયેલ અંગેની અરજી અન્વયે તેમજ અગિયાર સાહેદોના નાણા પણ તેઓના બેન્ક એકાઉન્ટમાથી જાણ બહાર અલગ-અલગ જગ્યાએથી એ.ટી.એમ. દ્વારા ઉપડી ગયેલ હોય, જેથી ફરીયાદી તથા સાહેદોના મળી કૂલ રૂ.૫,૦૫,૧૮૦ એ.ટી.એમ. મારફતે ખાતા ધારકોની જાણ બહાર નાણ ઉપાડવા અંગે આઇ.ટી.એકટ મુજબ કોઇ અજાણ્યા માણસ સામે મોરબી એલ.સી.બી એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તપાસ ચલાવી છે.

જો કે આવી છેતરપિંડી અટકે તે માટે નાગરિકોએ પણ જાગૃત બની સાવધ રહેવું જરૂરી છે, આ ગંભીર અને ચોકવનારી છેતરપિંડી મામલે એલસીબી પોલીસે એડવાઇજરી જારી કરી લોકોને સચેત રહેવા પણ જણાવ્યું છે.

નાગરિકોએ એ.ટી.એમ.માં નાણા ઉપાડતી વખતે પીન નંબરની ઉપર સ્પાઇ કેમેરો લગાવેલ છે કે કેમ તે ચેક કરવું. એ.ટી.એમ.માં પીન નંબર ટાઇપ કરતી વખતે બીજો હાથ પીન નંબર ઉપર રાખવો જેથી અન્ય કોઇ વ્યકિત કે છૂપાવેલ કેમેરા દ્વારા તમારો પીન નંબર જાણી ન શકે. એ.ટી.એમ.માં સ્વાઇપ મશીનમાં અન્ય કોઇ ઉપકરણ લખાયેલ છે કે કેમ તે ચેક કરી લેવું તથાઙ્ગશકય હોય તો એ.ટી.એમ.ના પીન નંબર બદલી નાખવા.(૨૧.૧૯)

(2:32 pm IST)