Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ધ્રોલના ઉમા કોવિડ કેર સેન્ટરની ટીમો દ્વારા ગામડાઓમાં કોરોના ટેસ્ટ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય : જુદા-જુદા આગેવાનો - કાર્યકરો દ્વારા દોડધામ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ : ઉમિયા માતાજી મંદીર સીદસર પ્રેરિત ઉમા કોવિડ કેર સેન્ટર ટીમો ગામોગામ જઈ કોરોનો રેપીડ ટેસ્ટ એક દિવસમાં બે ગામડાઓમા કેમ્પનુ આયોજન ગામડાને કોરોના મુકત કરવા ટીમ દોડાદોડીકરી રહી છે.

ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરીત તથા ધ્રોલ ઉમા કોવીડ કેર સેન્ટર દ્વારા ગામડાઓ મા જઈ રેપીડ ટેસ્ટ કરી કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ કરવાની જરૂર હોય તેવા દર્દીઓને ઉમા કોવીડ કેર સેન્ટર ધ્રોલ જી.એમ. પટેલ સ્કુલમા દાખલ કરવામા આવે છે અને જે દર્દીઓને સામાન્ય હોય તેવા દર્દીઓને દવા સહિત તમામ સુવિધાઓ આપવામા આવે છે.

ઉમા કોવીડ કેર સેન્ટર દ્વારા ધ્રોલ જોડીયા તાલુકાના ગામડાઓ એક દિવસમા બે ગામડાઓમા જઈને રેપીડ ટેસ્ટ કરવામા આવે છે અને ગામડાઓને કોરોના મુકત કરવા માટે સંસ્થા તથા ટીમ સતત લોકોની સાથે તમામ ખર્ચ ઉમા કોવિડ કેર સેન્ટર ધ્રોલ સંસ્થાના સહયોગથી દિવસને દિવસ કોરોના મહામારી લોકો સુધી પહોંચી અને કોરોના દર્દીઓ સારવાર મળે તે માટે સતત પ્રયત્ન જેમા જેરામબાપા વાસજાડીયા, ઘોડાસરા, મુળજીભાઈ ભીમાણી, રમેશભાઈ રાણીપા, રમેશભાઈ જાકાસણીયાની કોરોના દર્દીઓ ને સારવાર માટે સતત પ્રયત્નછે.

ગામે ગામ લઇ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં જશાપર પર ગામમા - ૧૯૦ ટેસ્ટ કરવામા આવેલ જેમા ૨ પોઝીટીવ, નથુવડલા ૧૬૪ ટેસ્ટ ૧ પોઝીટીવ, સોયલ ૩૦૭ ટેસ્ટ જેમા ૦ એકપણ કેસ પોઝિટિવ નહી, વાંકિયા ૩૬૪ ટેસ્ટ ૯ કેસ પોઝિટિવ, અને ખારવામા ૧૩૫ ટેસ્ટ જેમા એક પણ પોઝીટીવ ન જણાવ્યું.

પોઝીટીવ દર્દીઓને કઈ તકલીફ ના હોય તેને દવા સહિત તમામ ટ્રીટમેન્ટ આપવામા આવે છે. ધ્રોલ ઉમા કોવીડ કેર સેન્ટર દ્વારા ગામડાંઓમાં જઈને કોરોના મુકત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.

(12:56 pm IST)