Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જૂનાગઢ પાલિકામાં જ કોર્પોરેટરના ઉપવાસ

જૂનાગઢ,તા. ૧૧: જુનાગઢ વોર્ડ નંબર ૧૦ ના કામોમાં જાણે કે ગ્રહણ લાગી ગયું હોય તે સામે વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણીએ કમિશનરની ચેમ્બર પાસે ધરણા શરૂ કર્યા છે.

પાલિકાની સામેની ગલીમાં રોડનું કામ ચાલુ હોય ૨૦ દિવસ થયા પાણીની પાઇપ લાઇન તૂટી ગયેલ પાણીનો વેડફાટ થતો હોય ત્યાંના રહેવાસીને પાણીના આવતું હોય ૧ વર્ષ થયા સબમર્શિબલ નાખેલ હોય પણ હાઇડન ઉભા ના કરેલ હોય અને નવી સબમર્શિબલ છેલ્લા ૬ મહિના થયા નાખેલીના હોય અને ગંધરપ વાળા વિસ્તારમાં ૨ની પાણીની નવી પાઇપ લાઇન જૂની પાઇપ લાઇનમાં જોડાણ હોય તેની જગ્યાએ ૬ ની લાઈનમાં જોડાણ નાખવાનું હોય બાંધકામ શાખા દ્વારા છેલ્લા ૪ મહિના થયા મેનોર કવર તૂટી ગયેલ હોય તેવા કામ ન કરતા હોય જૂના કામો છેલ્લા દોઢ વર્ષ થયાં પાસ થયેલ નવા નાગરવાડા રાંદલના કુવા પાસેથી, એમ.જી.રોડ થી મંગનાથ જોડતો રોડ તથા અનેક જુના કામો સી.સી. રોડ અને ગટરોને કામો કોન્ટ્રાકટરો દ્વારા ના કરવામાં આવતા હોય, નવા કામો ગોકળ ગાયની ગતિએ ચાલતા હોય તેની રજુઆતો વારંવાર કરવા છતાં તાત્કાલિક ધોરણે થાય તેની ખાતરી નહીં મળે ત્યાં સુધી ના છૂટકે અને ના ઇલાજે ધરણા બેસેલ છે.

(12:53 pm IST)