Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પોરબંદર : કોરોના સંકટમાં જળસીમાએ ઘુસણખોરીનો ભય

દેશમાં મહામારીની વિકટ સ્થિતીનો ઘુસણખોરો લાભ લ્યે તે પહેલા જળસીમાએ મજબુત સુરક્ષાની જરૂર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: કોરોના સંકટ સમય દરમિયાન દેશની જળસીમાએથી પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો ભય તોળાય છે. જળસીમાએ સુરક્ષા વધુ મજબુત બનાવવાની જરૂર હોવાનું ડેન્જર અને ચાર્લીએ દેશહિત માટે કરેલ સર્વે ઉપરથી ઇશારો કર્યો છે.

દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતી બાજનજર રાખતા પોરબંદર જીલ્લા અરબી સમુદ્ર વિસ્તારના તથા દેવભુમી દ્વારકા-જામનગર જીલ્લાના રોબર્ટ રોઝી સમુદ્ર કિનારે બાજનજર રાખતા દેશ પ્રેમીઓએ ઇશારો કરેલ કે વર્તમાન કોરોના મહામારીમાં સપડાયેલ દેશમાં રાજકીય સ્થિતિ સ્થિર નથી. અર્થતંત્ર નબળુ પડતુ જાય છે. અહંમ ટકરાયેલ રાજયની અને કેન્દ્રની સરકાર કુટનીતી ભરેલ રાજકારણ વર્તમાન કોરોના કાળમા઼ સમય વધી છેલ્લા દોઢ વરસ વર્ષથી કોરોના રાક્ષસી કુર પંજો સમગ્ર દેશમાં રાજયમાં વિશ્વમાં ફરી વળેલ છે.

સરકારની આ નીતીના કારણે ભારતની રાજયમાની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત કોરોના બીજા રાઉન્ડ જનતા પડખે આવી પરંતુ પ્રથમ વડી અદાલત સર્વોચ્ચ  અદાલત પ્રથમ કોરોના રાઉન્ડથી સજાગતા જાગૃતી અને ન્યાયધર્મ સમજી જવાબદારી ભારતની એક અબજ અને ત્રીસ કરોડની જનતાની લીધી હોત તો ભારતભાં કોરોના પ્રવેશથી પ્રથમ રાઉન્ડ બીજા રાઉન્ડમાં કોરોના સંક્રમણમાં હજારો-લાખોની સંખ્યામાં ભોગ બન્યા અને મૃત્યુને ભેટયા અને દર્દી અને મૃતકોની સંખ્યાનો એક લાંબો થતો અટકાવી રાહત મેળવી શકાથી પરંતુ બંધારણ કે ન્યાય ક્ષેત્રની આભાના મુદ્દો હાઉો ઉભો રાખી જે લોક માનસમાં સત્ય ઉચારવામાં થાય તો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

ન્યાય તંત્રની પાસે આપણો ન્યાય માંગવામાં તો અબાધીત અધિકારી બંધારણીય રીતે સચવાયેલ છે. તેવી હ્ય્દયભરી વેદના રજુ કરવાનો તેટલો જ અધિકાર રહેલ છે. સાચી સત્ય વાત ન્યાય અદાલતે સાંભળવી પડે ત્યારે જ સાચી લોકશાહીનું દર્શન થાય તમામ કાયદા નિષ્ણાંત હોતા નથી. સામાન્ય વર્ગ પાસે તે જ્ઞાન પણ ન હોય તે તો સીધી સાદી પોતાની તળપદી  અને રોજીંદા વહેવારમાં વપરાતી ભાષાનો શબ્દ પ્રયોગ કરી કાલકુદી ભરી વેદના ન્યાય મંદિરના બિરાજમાન ન્યાયધીશ સમક્ષ રજુ કરી શકે તેમાં તેમની નિર્દોષતા સાથે વેદના ભરેલ હોય તે સાંભળવા સમજવા તેઓશ્રીની ફરજ છે.ભારતની ગુજરાતની વડી અદાલતના અને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ અને મુખ્ય ન્યાયમુર્તિ આદરણ્ય ભગવતી પ્રસાદે લોક અદાલતની સ્થાપના કરી પરંતુ સાચા અર્થે લોક અદાલત વિશેષ આપણી પાસે પુરતી સમજણ કે જ્ઞાન પુર્ણ નથી. તેનો પ્રચાર પ્રસાર જે રીતે થવો જોઇએ તે રીતે થયો અને તેનો અંધકાર જ ભ્રમણ કરે છે. સાચા અર્થે નીચલી અદાલતના ન્યાયધીશશ્રીથી લઇ વડી અદાલત-સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિશ્રીઓએ ભારતની લોકશાહીને જીવંત રાખવા વિનમ્ર સામાન્ય નાગરીક હોય તેવો વહેવાર કરી અરજદાર ફરીયાદ કે ન્યાય માંગનાર અને ઉંડાણ સુધી સહનભુતી પુર્વક વિસ્તૃત રીતે સાંભળી સમજવાની જરૂર છે. માત્ર મુલાકાત  આપી સહાય માંગનાર વ્યવસ્થા રજુ કરનારને એકાદ મીજાર સાંભળી ચુપ કરી દેવાય છે. તે પ્રથા બંધ થવી જોઇએ. લોક અદાલતમાં કોર્ટ બહારના કેશ ફરીયાદ રજુઆત પણ સાંભળવાની જોગવાય છે. જેમાં સ્ટેમ્પ ચોડવાની જરૂર હોતી નથી. ન્યાય માંગનાર માત્ર સાદા કાગળમાં મુદાસર પોતાની તળપદી ભાષામાં રજુઆત કરી શકે તે પ્રથાને પ્રી-લીટીગેશન કહી શકાય છે. આ અંગે પુરતી જાણકારી તો જરૂર છે.

જીલ્લા તાલુકા રાજયવાર મફત કાનુની સહાયની વ્યવસ્થા છે. દર અઠવાડીયે મહીને મીટીંગ તાલુકા જીલ્લા કક્ષાએ મીટીંગ મળે છે. પ્રજાના સભ્ય હોય છે. એકાદ રાજકીય અને જ્ઞાતિવાર હોય છે. ચેરમેન જે તે તાલુકાના ન્યાયધીશ-જીલ્લા ન્યાધીશ હોય છે તેમની પાસે ભોગ બનનાર જાય તો સહ્ય્દયતા સાથે વિસ્તૃત  સાંભળે તો ઘણુ કહેવાશે.

કોરોના સંક્રમણમાં રાજય દેશ ચિંતામાં ફસાયેલ છે. બહાર આવવા મથે છે. ત્યારે આ પરિસ્થિતિમાં દેશદ્રોહી ગદ્વારો કે અંદરના તત્વો ગેરલાભ લઇ જાય નહી તે માટે પણ સરકારે જાગતા રહેવું પડશે. હમણા હમણા છેલ્લા એકાદમાં પાકિસ્તાનનો આઇ.એમ.બી.એલ. ભંગ કરી ૧૦૦ એકસો માચ્છીમારોના અપહરણરાથે આશરે ચારથી ફીશીંગ બોટ ઉપાડી ગયેલ. તેમજ કચ્છમાંથી ડ્રગ્સ પકડાણુ તેનો બોસ કોણ છે તે બહાર આવ્યું નથી. અહીનો ડીલીવરીમેન પણ કોણ છે તે પણ બહાર આવી શકેલ નથી. આ પ્રકારના છમકલા કરી પાકિસ્તાનની નિયત ભારતની સરહદ જળસિમાહ પચાવી પાડવાની ઇશારો કરે છે જો આપણી સરકાર અને સુરક્ષા એજન્સી સતર્ક જાગૃત નહી રહે અને જાગતા પ્રહરી તરીકે જવાબદારી સંભાળવવા પ્રત્યે બેદરકાર રહેશે. તો ભારતે ગુમાવવા પડશે.

પાકિસ્તાની મરીન સીકયુરીટી આંતરરાષ્ટ્રીય જળસિમાહ ભંગ કરી હિંમત પુર્વક માછીમારો-ફીશીંગ બોટનું અપહરણ કરી જાય છે. આપણે આ તમાસો જોતા રહી હાથ ઘસતા રહી જશું. પાકિસ્તાન અરબી સમુદ્રના ભાગ ઉપર અનઅધિકૃત કબજો જમાવી માલીકી હકોનો દાવો કરશે તે શું સ્વીકારવું? કાશ્મીરનો અમુક ભાગ વિવાદીત છે. પાકિસ્તાન કબજો જમાવી બેઠું છે અને આતંકવાદી પ્રેરાઇને ગેરીલા યુધ્ધ કે પ્રોકસી છુધ્ધનું રીહર્સલ કરી રહયું છે કે શું? ચીને આપણો તિબેટનો ભાગ દબાવ્યો તે પણ મેળવી શકયા નથી?

(12:51 pm IST)