Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પેટ્રોલ-ડીઝલ-ખાતરનો ભાવ વધારો પાછો ન ખેંચાય તો જસદણ કોંગ્રેસ દ્વારા આંદોલન

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને સુરેશ ગીડાની રજૂઆત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૧ : કોંગ્રેસ સમિતિ જસદણના પ્રમુખ સુરેશભાઇ ડી.ગીડાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવીને પેટ્રોલ ડીઝલ સહિતના ભાવવધારા મુદ્દે રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારીના સમયે ગુજરાત તેમજ દેશમાં જે પ્રકારે પેટ્રોલ, ડીઝલ તેમજ ખાતરના અને ગેસના જે ભાવવધારો થયેલ છે અને ચુંટણી પહેલા સરકાર દ્વારા ખાતર અને પેટ્રોલના ભાવવધારો નહી થાય તેવા વચનો આપ્યા હતા.

તાત્કાલીક નવો ભાવવધારો પાછો ખેંચે તેવી જસદણ વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિની માંગણી છે.ભાવવધારો વહેલી તકે રાજય સરકાર પાછો નહી ખેંચે તો આંદોલન કરવાની ચિમકી જસદણ કોંગ્રેસ દ્વારા અપાઇ છે.

(11:47 am IST)