Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલામાં 15 થી 16 લોકોના ટોળાએ લાકડી-કુહાડી અને ધોકા વડે તોડફોડ કરીને આગ ચાંપી : આશરે 9 લાખનું નુકશાન : જુના મનદુઃખથી તોડફોડ

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ રામજીભાઈ મોરીના મોટાભાઈ ગોગનભાઈ રામભાઈ મોરી બિલેશ્વર સમાજના આગેવાન હોય અને પાડોશમાં રહેતા ચનાભાઈ મોરી સાથે અગાઉ મનદુઃખ રાખી ઝઘડી કરતા હોય જેને ફરિયાદીના મોટાભાઈ સમજાવવા ગયેલ હોય જે મનદુઃખ રાખી આરોપી કાના ઉર્ફે કારી નાથા કોડિયાંતર સહીત 15 થી 16 લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈના બંગલામાં ઘુસી જઈને  લાકડી કુહાડી ધોકા સાથે તોડફોડ કરીને આશરે 9 લાખનું નુકશાન કર્યાની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ અફરીયાદ નોંધાઈ છે

પોલીસે આરોપીઓ સામે કલેકટરના જાહેરનામા ભંગ તથા બંગલામાં નુકશાન કર્યાનો ગુન્હો નોંધ્યો છે

(1:17 am IST)