Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

લોકડાઉનમાં રાણાવાવ મર્ડરના આરોપી વિજય ભૂતીયાને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી. તથા રાણાવાવ પોલીસ

કુતિયાણા આવવાનો હોવાની બાતમીના આધારે ચોકડી પાસેથી દબોચી લેવાયો

કુતિયાણા : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ ( COVID-19 ) નો ફેલાવો થતો અટકાવવા તા.૧૭/ ૫/૨૦૨૦ સુધી લોકડાઉન-૦.૩ જાહેર કરેલ અને લોકડાઉન દરમ્યાન વિવિઘ પ્રકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ પાર્થરાજસિંહ ગોહિલનાઓની સીધી સુચના અન્વયે DySP સ્મિત ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા રાણાવાવ  પો.સ્ટે.ના PSI બી.એસ.ઝાલા નાઓ પો.સ્ટાફ સાથે રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

   દરમ્યાન ચોક્કસ હકિકત આધારે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ ૧૧૨૧૮૦૧૫૨૦૦૩૨૬ IPC કલમ ૩૦૨,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ વિ. ના કામે તા.૧૫/૦૪/૨૦૨૦ ના સાંજના રાણા કંડોરણા જમવાની પાર્ટીમા બોલાચાલી થતા તે બાબતે મનદુઃખ રાખી મરણ જનાર રમેશને આરોપી વિજય મેરૂ તથા બે અજાણ્યા લોકોએ  તીક્ષ્ણ હથિયાર તથા બોથડ પદાર્થ વડે માથામાં, મોઢા પર, તથા ગળા પર ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ અને છેલ્લા એક માસથી આ કેસમા નાસતો ફરતો આરોપી વિજય કુતીયાણા મુકામે મોડી રાત્રીના પોતાના ઘરે આવવાનો છે તેવી ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી. તથા રાણાવાવ પોલીસ કુતીયાણા ચોકડી પાસે વોચ ગોઠવેલ દરમ્યાન વિજય મેરૂભાઇ ભુતીયા (રહે. કુતીયાણા) મોટરસાયકલ લઇ નિકળતા   તેને પકડી પાડેલ છે. આરોપી વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોપી આપેલ છે. અને કોવીડ-૧૯ ના ચેપ અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વિજય મેરૂભાઇ ભુતીયા( રહે. કુતીયાણા જિ.પોરબંદર) ને ઝડપી લેવાની કામગીરીમાં પોરબંદર એલ.સી.બી PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા ASI રમેશભાઇ તથા HC બટુકભાઇ, રવિન્દ્રભાઇ, ગોવિંદભાઇ, રણજીતભાઇ તથા PC દિલીપભાઇ ,સલીમભાઇ, સુરેશભાઇ તથા રાણાવાવ પો.સ્ટે.ના PSI બી.એસ.ઝાલા તથા HC સી.ટી.પટેલ તથા PC ઉદયભાઇ, હિમાંશુભાઇ, સંજયભાઇ, તથા  લોકરક્ષક કાનાભાઇ વિગેરે રોકાયેલ હતા.

(12:59 am IST)