Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વાંકાનેર : કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ ત્રણના રીપોર્ટ નેગેટીવ : વધુ ૧૦ સેમ્પલ લેવાયા

 

વાંકાનેરના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી અને દર્દીના સંપર્કમાં આવેલ ત્રણના સેમ્પલ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે  વધુ ૧૦ સેમ્પલ લેવામાં આવ્યા છે

વાંકાનેરના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દ્વારા વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરીને સર્વે કામગીરી કરાઈ રહી છે વિસ્તારને સેનેટાઈઝ કરવા સહિતની કામગીરી તંત્રએ આરંભી છે તે ઉપરાંત દર્દીના સંપર્કમાં આવેલ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલે દર્દીના સંપર્કમાં આવેલ વાંકાનેરના બે ડોક્ટર અને લેબોરેટરીના સ્ટાફ સહીત ત્રણના સેમ્પલ લેવાયા હતા જે ત્રણ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે

ઉપરાંત આજે આરોગ્ય તંત્રએ વધુ ૧૦ સેમ્પલ લીધા છે જેમાં દર્દી મોરબીના ડોક્ટર અને લેબોરેટરી સહિતના સ્ટાફના સંપર્કમાં આવ્યા હોય જેમાં વાંકાનેર લેબોરેટરીના સ્ટાફના 3 વ્યક્તિ અને મોરબીના ડોક્ટર સહીત પાંચ લોકોના સેમ્પલ લેવાયા છે તે ઉપરાંત વાંકાનેરના અદેપરની ૨૦ વર્ષની યુવતી અને ચાર સેમ્પલ મોરબી સિવિલમાંથી લેવાયા છે અને ૧૦ સેમ્પલ લેવાયા છે જેના રીપોર્ટ આવતીકાલે આવશે

(12:33 am IST)