Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીના સિરામિક એસો ઓફીસ પાસે શ્રમિકોનો મેળાવડો: સોશ્યલ ડીસટન્સના ધજાગરા ઉડ્યા

શ્રમિકોના આવા મેળાવડાથી સંક્રમણનો ભય અનેક ગણો વધી રહ્યો છે

 

મોરબી જીલ્લો ૪૦ દિવસ સુધી કોરોના મુક્ત રહ્યા બાદ ફરીથી કોરોનાની મોરબી જીલ્લામાં એન્ટ્રી થઇ છે અને રવિવારે વાંકાનેરના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે જેની વચ્ચે આજે મોરબીમાંથી પોતાના વતન પરત જવા શ્રમિકોની મોટી ભીડ ઉમટી પડી હતી અને સોશ્યલ ડીસટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા

મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોની વ્યવસ્થા કર્યા ઉપરાંત મોરબી સિરામિક એસો દ્વારા અન્ય શ્રમિકોને વતન પરત મોકલવા માટે સિરામિક એસો ઓફીસ ખાતે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને શ્રમિકોના નામ નોંધણી પ્રક્રિયા ચાલતી હોય જેથી આજે શ્રમિકોનો જમાવડો સ્થળે જોવા મળ્યો હતો

સિરામિક એસો ઓફીસ પાસે શ્રમિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા અને મોરબીમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઇ છે ત્યારે શ્રમિકોના આવા મેળાવડાથી સંક્રમણનો ભય અનેક ગણો વધી જાય છે અને શ્રમિકોની બેદરકારીએ મોરબી જિલ્લાને જોખમમાં મુક્યો છે.

 

(12:32 am IST)