Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા 8219 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું

ત્યાર સુધી કુલ ૧૪૬૨૩૧ લોકોનું સ્ક્રીનીંગ કરાયું

 

ભુજ : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૮૨૧૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૧૪૬૨૩૧ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૯૮૧ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯૩૪ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. વ્યકિતનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. અત્યાર સુધીમાં કુલ ૪૧ જેટલા સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે. વિગત ગઈકાલ સાંજના ચાર વાગ્યા સુધીની છે.

(12:26 am IST)