Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સાયલા તાલુકાના ગરાંભડી ગામે માવા બાબતે ફાયરિંગ: સાત શખ્સો વિરુદ્ધ ગુનો

ફરિયાદીના કેટલાક શખ્સોએ ઘર ઉપર કુહાડી અને ધારીયાના ઘા કરીને પત્થરમારો પણ કર્યો.

સાયલા તાલુકાના ગરાંભડી ગામે માવા બાબતે ફાયરિંગ થયું છે. પાંચ રાઉન્ડ ફાયરીંગ થયું હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સાયલા તાલુકાના ધજારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગરાંભડી ગામે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદીના કેટલાક શખ્સોએ ઘર ઉપર કુહાડી અને ધારીયાના ઘા કરીને પત્થરમારો પણ કર્યો.હતો 

(11:10 pm IST)