Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબી જિલ્લા પોલીસે બનાવ્યું હેન્ડ વોશ વાહન : પોલીસકર્મીઓના હેન્ડવોશ કરાવશે

દરરોજ હેન્ડ વોશ વાહન 40 પોઇન્ટ ઉપર પહોંચીને ફરજ પર તૈનાતપોલીસકર્મીના હેન્ડવોશ કરાશે

મોરબી જિલ્લામાં જીવના જોખમે લોકડાઉનની  ફરજ બજાવતા પોલીસ અને જીઆરડી તથા હોમગાર્ડના જવાનોને કોરોના સામે સુરક્ષિત રાખવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા હેન્ડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે. અને આજે હેન્ડ વોશ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરરોજ હેન્ડ વોશ વાહન 40 પોઇન્ટ ઉપર પહોંચીને ફરજ પર તૈનાત પોલીસ -જીઆરડી અને હોમગાર્ડના હેન્ડ વોશ કરી સાવચેતી રાખવામાં આવશે

મોરબી જિલ્લા પોલીસ  દ્વારા પોલીસ સહિતના સુરક્ષકર્મીઓને કારોનાથી રક્ષણ આપવા માટે હેડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે. જેમાં 40 જેટલા પોઈન્ટ ઉપર જીવના જોખમે લોકડાઉનની ફરજ નિભવતા પોલીસ, જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વાહન મારફત દરરોજ દર બે કલાકે હેન્ડ વોશ કરાવવામાં આવશે.

(12:07 am IST)