Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફરનો કૉરોના પોઝીટીવ રીપોર્ટ આવતા પત્રકાર આલમમા ખળભળાટ

પત્રકારના પત્ની ભાજપના કોર્પોરેટરની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી જામનગર પરત ફરતાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

 જામનગર :જામનગરના પત્રકાર અને જાણીતા તસ્વીરકાર તેમજ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિદેવનો કોરોનાવાયરસ નો પોઝીટીવ રીપોર્ટ આવતા પત્રકાર આલમમાં  તેમજ રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેઓને હાલ જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલા કોર્પોરેટરની સારવાર કરાવીને જામનગર પરત ફર્યા પછી હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી તેઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
      જામનગરના પત્રકાર અને જાણીતા તસ્વીરકાર જગતભાઈ રાવલનો આજે કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી. જેઓના પત્ની ડિમ્પલબેન રાવલ કે તેઓ જામનગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર છે. જેઓ નું  મણકા નું ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ગયા હતા. અને ઓપરેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ચાર દિવસ પહેલાં જામનગર આવ્યા હતા.
    જેઓને હોમ ક્વૉરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તેઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
     સાથોસાથ મહિલા કોર્પોરેટર ને પણ  ક્વૉરેન્ટાઈન કરાયા છે. અને તેમના નિવાસસ્થાન સ્વસ્તિક સોસાયટી ના આસપાસના વિસ્તારને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

(7:25 pm IST)