Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જેતપુરનો પ્રથમ કોરોના કેસ : દેસાઈવાડીના સિંધી યુવકને કોરોનાનો ચેપ લાગ્યો

યુવકની હૃદયની બીમારીની અમદાવાદ સિવિલમાં સારવાર : યુવકના વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયો

રાજકોટ : રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે જેતપુર તાલુકા સેવા સદન સામે દેસાઈ વાડીમાં રહેતા સિંધી યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 જાણવા મળ્યા મુજબ યુવક હૃદય રોગની બીમારીથી પીડાતો હતો હૃદયની બીમારીની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંમાં સારવાર લીધી હતી

આ યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે આરોગ્ય ની ટીમે મુલાકાત લઈને કાર્યવાહી હાથ ધરી છે  યુવકના વિસ્તાર ને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યું છે  યુવકના પરિવારને આરોગ્ય તપાસ માટે લઈ જવાયા છે  આ યુવક હાલ કોરોનાની સારવાર હેઠળ અમદાવાદના હોસ્પિટલમાં છે

(6:46 pm IST)