Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગોંડલ પંથકની યુવતીને પેટમાં દુઃખાવો થયોઃ તબીબી તપાસમાં ગર્ભ હોવાનું ખુલ્‍યુ

રાજકોટ તા. ૧૧ :.. ગોંડલ પંથકમાં રહેતી યુવતીને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાતા તબીબી તપાસમાં યુવતીને ગર્ભ હોવાનું ખુલ્‍યુ છે.

મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં રહેતી પરપ્રાંતીય યુવતીને ગત તા. ૯-પ ના  રોજ તેણીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે પ્રથમ મેંગણી સરકારી હોસ્‍પિટલમાં બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી ત્‍યાં તબીબી તપાસમાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખુલતા ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ પી. જે. લાઠવાએ તપાસ આદરી છે. પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતા યુવતીને પાડોશમાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શખ્‍સ સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્‍યું હતું.

(4:21 pm IST)