Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

માંગરોળમાં કોરોનાની એન્ટ્રીઃ યુવક ઝપટે

ભેંસાણ, જૂનાગઢ બાદ માંગરોળમાં પણ મહામારીએ ડગલા માંડતા લોકોમાં ચિંતા

જૂનાગઢ, તા. ૧૧ :. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. એક યુવક મહામારીમાં ઝપટે ચડી જતા સારવાર માટે ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આંધ્રપ્રદેશમાં અનંતપુર જિલ્લામાંથી તા. ૯ મે ના રોજ ૨૩ લોકો માંગરોળ આવ્યા હતા. આ તમામને માંગરોળ સ્થિત મદરેસામાં કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં બે વ્યકિતને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એક વ્યકિતનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જ્યારે ૨૩ વર્ષના યુવકનો પોઝીટીવ આવ્યો હતો તેમ ડી.ડી.ઓ. પ્રવીણ ચૌધરીએ જણાવ્યુ હતું.

ગત સપ્તાહમાં ભેંસાણના સરકાર તબીબ અને પટ્ટાવાળાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે જૂનાગઢના એક વ્યકિતનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આજે માંગરોળના એક યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જૂનાગઢ જિલ્લામાં કુલ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓ થયા છે. આરોગ્ય વિભાગે માંગરોળના યુવક સાથે સંપર્કમાં આવેલા અન્ય વ્યકિતઓની શોધખોળ હાથ ધરીને કોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(4:21 pm IST)