Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પાટણ જીલ્લાના ભીલવણમાં ૬પ વર્ષના વૃધ્ધાના સંપર્કમાં આવેલા પુત્ર, પૌત્ર અને ભાણેજને કોરોના પોઝીટીવ

 પાટણ તા. ૧૧: પાટણમાંથી ગઇકાલે ર૪ સેમ્પલ લેવાયા હતા અત્યાર સુધીમાં ૮૪૬, સેમ્પલ લેવામાં આવ્યા છે. ૭ર૪ સેમ્પલના રીપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં ર૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે જેમાં ૩૯, સેમ્પલનો રીપોર્ટ બાકી છે.

ભીલવણની ૬પ વર્ષિય વૃધ્ધાના સંપર્કમાં આવેલા પુત્ર, પૌત્ર અને ભાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલા છે.

રેપિડ રિસ્પોન્સ ટીમ આજે જેતે ગામ જઇ ત્રણેયના સંપર્કમાં આવેલા લોકોનું સંશોધન હાથ ધરેલ છે.

ઉત્તર ગુજરાતમાં ધારપુરમાં કોરોના ટેસ્ટનો પ્રથમ દિવસે પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે ૧પ સેમ્પલ લેવાયા જે પ્રથમ જ પ્રારંભમાં જ નેગેટિવ આવતા આનંદ વ્યાપ્યો છે જે કોરોનાના રિપોર્ટ માટે ર૪ કલાક રાહ જોવી પડતી હતી તે માત્ર ૬, કલાકમાં જ પાટણ ધારપુર હોસ્પિટલમાંથી જ મળી રહેશે તેમ ધારપુર હોસ્પીટલના ડીન ડો. યોગાનંદ ગૌસ્વામીએ જણાવ્યું હતું.

(3:53 pm IST)