Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભાવનગરમાં વધુ એક કોરોના પોઝીટીવઃ કુલ કેસ ૯૫

ભાવનગર ,તા.૧૧:એક દિવસના વિરામ બાદ આજે સોમવારે ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. પાલિતાણાની મહિલાનો પોઝિટિવ કેસ આવતા ભાવનગર જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક ૯૫ એ પહોંચ્‍યો છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રહેતા વિલાસબેન કિશોરભાઈ સોરઠીયા ઉ.વ.૪૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. આ સાથે પાલિતાણાનો પોઝિટિવ આંક બે અને ભાવનગર જિલ્લાનો કુલ પોઝિટિવ આંક ૯૫ થયો છે. 

(2:11 pm IST)