Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે કેસર કેરીના પ્રથમ બોકસની ૧૧ હજારમાં ખરીદી કરતા રાજેશ ચુડાસમા

ગત વર્ષ કરતાં ઓછા ભાવ બોલાયાઃ ૧૦ કિલોનાં રૂા.૩૫૦થી ૬૦૦

જૂનાગઢઃ ઉપરોકત તસ્‍વીરમાં કેરીની હરરાજીનો પ્રારંભ કરાવતા સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે ચેરમેન કિરીટ પટેલ અને ખેડૂતો તેમજ વેપારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા.જૂનાગઢ)

 જૂનાગઢ,તા.૧૧: તાલાળા માર્કેટીંગ યાર્ડમાં ગઇ કાલે કેસર કેરીની હરરાજીનો શ્રીફળ વધેરી સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ પ્રારંભ કરાવ્‍યો હતો.  ત્‍યારે યાર્ડના ચેરમેન અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ સહીતના ખેડૂત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કિરીટભાઇ પટેલએ જણાવ્‍યું હતું કે પ્રથમ દિવસે કેરીના ૫૫૦૦ બોકસની આવક થઇ હતી. અને તેની કિંમત રૂા.૩૫૦થી ૬૦૦ રહી હતી. પ્રથમ દિવસે આસપાસના ગામડાના ખેડૂતો કેસર કેરી લઇ યાર્ડમાં આવી પહોંચ્‍યા હતા.

આ તકે સાંસદ શ્રી રાજેશ ચુડાસમાએ ૧૧ હજાર રૂપિયા આપી પ્રથમ બોકસ ખરીદી વેપારીઓને બોણી કરાવી હતી.

છેલ્લા દશ વર્ષમાં કેસર કેરીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અને સરેરાશ ૨૦૨ રૂા. ભાવ વધ્‍યો છે. આ હરરાજી દરમ્‍યાન ખેડૂતો વેપારીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

તેમજ કોરોનાની વર્તમાન પરિસ્‍થિતિ લોકડાઉન હોય આ તબક્કામાં શરૂ થયેલ કેરીની સીઝન હરરાજીમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે યાર્ડમાં સેનેટાઇઝર કરવામાં આવ્‍યું હતું.

(1:56 pm IST)