Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જૂનાગઢ રેન્‍જ સાયબર ક્રાઇમમાં પીએસઆઇ તરીકે નિંકુજ જોષીએ ચાર્જ સંભાળ્‍યો

જૂનાગઢ,તા.૧૧: જૂનાગઢ રેન્‍જ ડીઆઇજીપીશ્રી મનિંંદર પ્રતાપસિંહ પવાર દ્વારા રેન્‍જ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તરીકે નિકુંજ કુમાર અમૃતલાલ જોષી નિમણૂક કરવામાં આવતા તેઓએ ચાર્જ સંભાળેલ છે.

મુળ માળીયા હાટીના આંબલગઢના વતની નિકુંજ જોષી તાજેતરમાં જ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તરીકે બઢતી મળતા તેઓએ કામગીરીના શ્રી ગણેશ કર્યા છે. કર્તવ્‍યનિષ્‍ઠ અને પ્રામણિક પોલીસ અધિકારીની કડક છાંપ ધરાવે છે.

(1:56 pm IST)