Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી ગોંડલમાં સવારે વાદળા

આકરા તાપથી લોકો ત્રાહીમામ :સતત ગરમીથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.૧૧:  રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપ સાથે મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નજીક પહોંચી જતાં આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

 જ્યારે ગોંડલમાં સવારે વાદળા વછાયા હતા. ગોંડલમાં સવારે વાદળવાયુ વાતાવરણ છવાયુ હતું.

સમગ્ર રાજ્યમાં પડી રહેલી ગરમી રવિવારે પણ યથાવત રહી હતી. રવિવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન ૪૦ ડીગ્રીને પાર પહોંચી જતા બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. આગામી દિવસોમાં ગરમી વધવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. રવિવારે ૪૩.૩ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. અમદાવાદમાં પારો ૪૨.૨ ડિગ્રી નોંધાયો હતો.

પશ્ચિમ દિશા તરફથી ગરમ અને સૂકા પવન ફુંકાઈ રહ્યા છે તેથી ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. શનિવારની સરખામણીને રવિવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી જેટલો વધારો થયો હતો. બપોરે પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થયો હતો. અમદાવાદમાં પણ તાપમાન ૪૨.૨ ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે કાળઝાળ ગરમી વર્તાઈ હતી. આગામી દિવસમાં તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારમાં પારો ૪૪ ડિગ્રી સુધી જશે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ગઈકાલે રવિવારે અમદાવાદમાં ૪૨.૨ ડિગ્રી, ડીસા ૪૧.૨, ગાંધીનગર ૪૨, વડોદરા ૪૧.૩, અમરેલી ૪૨.૬, રાજકોટ ૪૩, ભૂજ ૩૯ અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયુ હતું.

જામનગર

જામનગરઃ  આજનુ હવામાન ૩૭ મહતમ ,૨૬ લઘુતમ, ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું  પ્રમાણ  ૧૧.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:08 pm IST)