Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કોરોના પોઝીટીવને લઇ જુનાગઢનો મધુરમ વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

તાકીદની અસરથી મ્યુ. કમિશનરશ્રી સુમેરાની કાર્યવાહી

જુનાગઢ તા. ૧૧ :.. કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જુનાગઢનાં મધુરમ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

જુનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા ર૪ વર્ષીય યુવકનો રિપોર્ટ રાત્રે કોરોના પોઝીટીવ આવતાની સાથે જ કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ કોર્પોરેશન તંત્રને એલર્ટ કર્યુ છે.

આજે સવારે મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ મધુરમ વિસ્તારની પાંચ થી સાત જેટલી સોસાયટીને કન્ટેઇનમેન્ટ જાહેર કરેલ છે.

કમિશનરશ્રી તુષાર સુમેરાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મધુરમ વિસ્તારનાં યુવાનનો  રિપોર્ટ કોરોના પોઝીટીવ જાહેર થતાની સાથે રાત્રીનાં જ આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

આજ સવારથી મધુરમની પાંચ થી સાત જેટલી સોસાયટીને કન્ટેઇનમેન્ટ જાહેર કરીને શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુની મનપા દ્વાર હોમ ડીલવરી શરૂકરી દેવામાં આવી છે. શ્રી સુમેરાએ વધુમાં જણાવેલ  કે, કોરોનાગ્રસ્ત થયલ યુવક હોમ કવોરન્ટાઇન હતો આમ છતાં તેના સંપર્કમાં આવ્યા હોય અવા લોકોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે.

(1:05 pm IST)