Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જુનાગઢમાં કોરોના કેસ નોંધાતા મધુરમ વિસ્તારમાં ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ

સમગ્ર વિસ્તારને સેનીટાઇઝ કરાયો : કમિશનર તુષાર સુમેરાની દેખરેખ નીચે તંત્ર એલર્ટ

 જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢમાં પ્રથમ કોરોના કેસ નોંધાતા મધુરમ વિસ્તારમાં સવારથી મનપા દ્વારા ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે.

મુંબઇથી જૂનાગઢ આવેલ મધુરમ વિસ્તારના યુવાનનો રિપોર્ટ ગત રાત્રે કોરોના પોઝીટીવ આવતાની સાથે મ્યુ. કમિશરશ્રી તુષાર સુમેરા, ડે. કમિશનર શ્રી ખીલીયા, આસી. કમિશનર જયેશ વાજા હેલ્થ ઓફીસર ડો. રવિ ડેડાણીયા વગેરે મનપાની આરોગ્ય ટીમ સાથે દોડી ગયા હતાં.

રાત્રે એક વાગ્યા સુધી મધુરમ ખાતે ટીમ સાથે ખડેપગે રહીને તમામ જરૂરી કાર્યવાહી કમિશનરશ્રી સુમેરાએ શરૂ કરાવી હતી. મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, જુનાગઢમાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સંબંધિત મધુરમ વિસ્તારમાં નવેસરથી હોમ ટુ હોમ સર્વેલન્સ સવારથી હાથ ધરી દેવામાં આવેલ છે.

શ્રી સુમેરાએ જણાવેલ કે, મનપા આરોગ્ય ટીમ તબીબો સાથે મધુરમ ખાતે તૈનાત કરી દેવામાં આવેલ છે. સર્વેલન્સ શરૂ કરી દેવાયેલ છે.

રોજે રોજ ડોકટરો દ્વારા સામાન્ય તાવ, શરદીના દર્દીના પણ સેમ્પલ લઇ મોકલવાની તજવીજ હાથ ધરવાની સાથે સવારથી સમગ્ર વિસ્તારને સેનીટાઇઝ કરવામાં આવેલ છે.

(1:04 pm IST)