Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના પ્રમુખ ઉપપ્રમુખનું રાજીનામુઃ અમુક કારખાનેદારો સહકાર ન આપતા હોવાની રાવ

જેતપુર તા.૧૧: દેશ દેશાવરમાં ફેલાયેલ શહેરના  સાડી ઉદ્યોગનું સૌથી મોટુ એશોસીયેશન ડાઇંગ એન્ડ એશોસીયનના પ્રમુખ પદે ઘણા વરસોથી સેવા બજાવતા  રાજુભાઇ પટેલે  રાજીનામુ આપતા યુવા અગ્રણી ઉદ્યોગપતિ ભાવીકભાઇ વૈશ્ણવ ઉપર પ્રમુખશ્રીની પસંદગીનો કળશ ઢોળાયો. સુકાન સંભાળતા જ ઉદ્યોગને લાગતા પ્રદુષણના પ્રશ્નને નીવારી વરસો જુનો પ્રશ્ન હલ કરવા ઘણા એકશન પ્લાન સરકારની ગાઇડ લાઇન  મુજબ બનાવવા અને તેવા શહેરના તમામ કારખાનેદારો સહયોગ આપે અને નીયમોનું પાલન કરે તેવી રજુઆત કરેલ . પરંતુ અમૂક  કારખાનેદારો પ્રદુષણ ફેલાવવા ટેવાયેલા હોય તેમ કોઇ વાત ગણકારતા ન હોય અવાર નવાર સમજાવતા છતાં  પરિસ્થિતીમાં કોઇ ફેરફાર થતો ન હોય બે માસ પહેલા જ  ભાવીકભાઇએ પ્રમુખ પદથી રાજીનામુ આપેલ પરંતુ અગ્રણીઓની  સમજાવટથી ચાલુ રહેવાનુ કહેતા રાજીનામુ ન સ્વીકારેલ.  પરંતુ પરિસ્થિતીમાં કોઇ  ફેરફાર થતો ન હોય પ્રમુખે ખોટી રીતે  સહન કરવુ પડતુ હોય અંતે  વાજ આવી જઇ રાજીનામુ આપી દીધેલ. સાથે સાથે ઉપપ્રમુખ જેન્તીભાઇ રામોલીયાએ પણ આવા જ કારણોસર રાજીનામુ આપી દીધેલ.

લોકોમાં એવુ પણ   ચર્ચાય રહ્યુ કે હાલ  લોક ડાઉન ચાલુ હોય તેમ  છતા઼ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ દરમ્યાનગીરી કરી કારખાનાઓ ચાલુ કરાવેલ કેમ કે લોકો દોઢેક માસથી બેકાર બન્યા હોય તેમને રોજીરોટી  મળી રહે તેથી ઘણા કારખાનેદારોએ કારખાના  શરૂ કરેલ. પરંતુ હજુ ધોલાઇઘાટની મંજુરી મળેલ ન હોય કોઇપણને ધોલાઇ માટે સી.ઇ.ટી.પી.માં ન આવવા એશો.એ જણાવેલ  છતાં પણ બાવાપીપળીયા ગામે નદીના વોકળામાં પ્રદુષીત પાણી બેફામ છોડવાનુ શરૂ થઇ ગયેલ જેના કારણે  પણ કદાચ પ્રમુખ-ઉપપ્રમુખ રાજીનામુ આપ્યુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે.

(1:03 pm IST)