Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વિંછીયામાં ૪.પ૦ લાખનો સોપારીનો જથ્થો પકડાયો વેપારીનું ઘર અને ગોડાઉન સીલ કરી દેવાયું

અગાઉ ૯ લાખનો તમાકુ-બીડી અને ગુટખાનો જથ્થો પકડાયા બાદ વધુ એક વેપારી પાસે સોપારીનો જથ્થો ઝડપાયો : વેપારી જગદીશ પ્રજાપતિ સામે ગુન્હો નોંધાયો

તસ્વીરમાં પકડાયેલ સોપારીનો જથ્થા સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : પિન્ટુ શાહ-વિંછીયા)

 વિંછીયા, તા. ૧૧ : વિંછીયામાં વધુ એક વેપારીને ત્યાં વિંછીયા મામલતદાર અને પોલીસે રેઇડ કરી ૪.પ૦ લાખનો સોપારીનો જથ્થો ઝડપી લેતા ચર્ચા જાગી છે. વેપારીનું ઘર અને ગોડાઉન સીલ કરી તેની સામે ગુન્હો દાખલ કરાયો છે.

વિંછીયામાં શનિવારે રૂ. ૧૦ લાખના સોપારી, તમાકુ, ગુટખા, સિગરેટનો જથ્થો ઝડપાયા બાદ ગતરાત્રીના (રવિવારે) મોડી સાંજનાા વિંછીયા મામલતદાર પી. એમ. ભેંસાણીયા તેમજ વિંછીયા પી. અસ. આઇ. મહાવીરસિંહ પરમાર વિગેરેએ ખાનગી બાતમીના આધારે વિંછીયા બોટાદ રોડ પર આવેલા માંડવરાય શોપીંગ સેન્ટરમાં રેડ કરી વિંછીયા સોપારીના વેપારી જગદીશ શામજીભાઇ પ્રજાપતિના ઘરે અને ગોડાઉનમાંથી રૂ.ા ૪૬ર૭૧૪ નો કિંમતનો મોટાપાયે સોપારીનો જથ્થો ઝડપાતા તે ઘર અને ગોડાઉનને સીલ કરી દેવાયા છે.

અત્રે ઉલ્લેખનીય રહે કે શનિવારે વિંછીયાના અગ્રણી વેપારી  રાજુભાઇ કાંતીલાલ જસાણીના ઘરેથી રૂ. ૯ લાખનો તમાકુ, બીડી, ગુટખાનો જથ્થો ઝડપાયો હતો જે બાદ દરોડા ચાલુ રહેતા ગત રાત્રીના વધુ સાડાચાર લાખ રૂ. ઉપરાંતની સોપારી ઝડપાતા વિંછીયા તમાકુ, ગુટખા, બીડી, સોપારીના કાળા બજાર કરતા  વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વિંછીયા પોલીસે વપારી જગદીશ પ્રજાપતી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)