Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

અમરેલી જિલ્લામાં બહારથી આવતા લોકોને હોમ કવોરન્ટાઇન જ રાખવા માંગ

જો કોરોનાના લક્ષણો ન ધરાવતા હોય તો

સાવરકુંડલા,તા.૧૧: અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી અમરેલી જિલ્લાના તાલુકા મથકે આવતા તમામ લોકોને ે હોમ કવોરન્ટાઇન જ કરવા રજુઆત કરી છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે, મારા ધ્યામાં આવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યારે સુરત, મુંબઇ કે અમદાવાદથી લોકો વતન પરત ફરે છે તો તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમરેલીમાં જ સુરત કે અમદાવાદ, મુંબઇથી આવતા લોકોને તાલુકા કક્ષાએ કે અમરેલીમાં કોઇ સમાજની વાડી કે સ્કુલમાં ફરજીયાત કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. આવો ભેદભાવ શા માટે ?

સુરત કે અમદાવાદથી આવતા લોકોને પોત પોતાના ઘરમાં પોતાની અલાયદી રીતે રેહતા હોય છે. એમને એક સાથે કોઇ પણ સમાજની વાડી કે હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવા તે વ્યાજબી નથી. જેથી સુરતથી કે બીજા બહાર ગામથી આવનાર લોકોને જો કોરોનાના લક્ષણો ના હોય તો તેમને તેમના ઘરે જવા મંજુરી આપવી જોઇએ. કારણ કે આ આકરી ગરમીમાં લોકો જો સગવડતા વગરની સ્કૂલો કે સમાજની વાડીઓમાં રહેશે. તો વધુ બીમાર પડશે. આપ સંવેદનશીલ મુખ્ય પ્રધાન તરીકે જાણીતા છો તો એક મહિલા તરીકે મારા વતનના લોકોની વેદના સમજી યોગ્ય કરવા અંતમાં જણાવેલ છે.

(12:59 pm IST)