Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ધોરાજીમાં સુરતથી આવેલ મુસ્લીમ સમાજના ૩૬ લોકોના મેડીકલ ટેસ્ટ બાદ હોમ કોરોન્ટાઇન કરાયા

 ધોરાજી, તા., ૧૧: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે. ત્યારે કોરોનાને લઇને લોકડાઉન કરાયું છે અને લોક ડાઉનને પગલે ધોરાજીના મુસ્લીમ સમાજના પરીવારજનો સુરતમાં હોવાથી અને માદરે વતન ધોરાજી આવવા માટે સરકારની યોગ્ય મંજુરી લઇ ખાનગી બસમાં ધોરાજી ખાતે વહેલી સવારે ૪ કલાકે આવતા તમામ મુસાફરોને ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે મેડીકલ  ટેસ્ટ કર્યા બાદ તમામ પરીવારજનો લોકોને હોમ કોરોન્ટાઇન અંગે જાણકારી આપેલ હતી.

આ તકે વહેલી સવારે તમામ મુસાફરોને હાલાકી ન થાય અને સવારે બધા મુસાફરોના મેડીકલ ટેસ્ટ કરવાવાળા સરકારી હોસ્પીટલના ડો. રાજબેરા અને હોસ્પીટલના સ્ટાફનો પોઠીયાવાલા જમાતના સેવાભાવી સેક્રેટરી બાસીતભાઇ પાનવાલા અને યુવા એડવોકેટ યુસુફભાઇ નવીવાલએ આભાર વ્યકત કરેલ અને સરકારી હોસ્પીટલની સેવાઓને બીરદાવી હતી.

(12:58 pm IST)