Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વિંછીયાના છાસીયા ગામમાં વૃધ્‍ધને ખુંટીયાએ ઢીંકે ચડાવતા કરૂણ મોત

પંદર દિવસમાં ચાર લોકોને હડફેટે લેતા ગામમાં રોષ

વિંછીયા તા. ૧૧: વિંછીયાના છાસિયા ગામમાં વૃદ્ધને ખુંટીયાએ ઢીંકે ચડાવતા વૃદ્ધનું કરૂણ મૃત્‍યુ નીપજયું હતું.

મળતી હકીકત મુજબ વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા સગરામભાઇ સાર્દુલભાઇ ચૌહાણ જાતે કોળી તેમના ઘરેથી વાડીએ જવા નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં ભુરાયા થયેલા ખુંટીયાએ સગરામભાઇને ઢીંકે ચડાવી વિંછીયા સરકારી દવાખાને ખસેડાતા ત્‍યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

છાસિયા વિસ્‍તારમાં ખુંટીયાનો ત્રાસ વધી ગયો છે. પંદર દિવસમાં ચાર વાર લોકોને ઘાયલ કર્યા છે જેથી ખુટીયાને તાકીદે પકડવા ગ્રામજનોએ માંગ કરી છે.

આ બનાવ અંગે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)