Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જસદણ નગરપાલિકાના સદસ્ય સ્વ વિપુલ હિરપરાની સ્મૃતિમાં મિત્રો દ્વારા મહા રકતદાન શિબિર યોજાઇ

જસદણ, ૧૧ : તાજસદણ નગરપાલિકા ભાજપના સદસ્ય સ્વ વિપુલભાઈ વેલજીભાઈ હિરપરાની યાદમાં તેમના મિત્રોએ રવિવારે એક મહા રકતદાન શિબિર યોજી સેવાનો દરિયો વહાવી દીધો હતો હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉનને લઈ રકતની ભારે અછત સર્જાઈ છે રકતને કારણે કેટલાંય દર્દીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઠેર ઠેર રકતદાન કેમ્પો યોજાય રહ્યાં છે લોહીની અછતના સમયે વિપુલભાઈના મિત્રોએ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે તંત્રની જરૂરી મંજૂરો લઈ તાત્કાલિક એક કેમ્પ યોજી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી માત્ર જૂજ કલાકોમાં ૧૪૦ મિત્રોએ રકતદાન કરી સેવાનો દરિયો વ્હાવ્યો હતો તેમના આ કાર્ય બદલ કલેકટર મામલતદાર અને પોલીસ તંત્રએ પણ શાબાશી આપી હતી આ મહા રકતદાન શિબિરમાં વિપુલભાઈના મિત્રો સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો.

(11:57 am IST)