Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ગોંડલના એડવોકેટ તથા કોંગ્રેસ આગેવાન અને ડી.વાય.એસ.પી દ્વારા જરૂરીયાત મંદોને રાશનકિટ વિતરણ કરાયું

ગોંડલ : ગોંડલના કોંગ્રેસ યુવા અગ્રણી તેમજ એડવોકેટ દિનેશભાઇ પાતર દ્વારા ડી.વાય એસ.પી પ્રતિપાલ સિંહ ઝાલાને ગોંડલના નજીક એવા કોટડા સાંગાણીના જરૂરીયાત વાળા ગરીબ લોકોને રાશન કીટની જરૂર હોય તે બાબતે જાણ કરાતા આજરોજ ગોંડલના ડી.વાય એસ.પી દ્વારા રાશન કીટની વ્યવસ્થા કરી અને કોટડા સાંગાણીના પી.એસ.આઇ મીઠાપરાના વરદ હસ્તે લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં સામાજીક આગેવાન ભરતભાઇ દાફડા અને તેમની ટીમે જરૂરીયાત વાળા લોકોનું લીસ્ટ બનાવી રાશન કીટનું વિતરણ કરવામાં મદદ કરી હતી. (તસ્વીર-અહેવાલ : જયસ્વાલ ન્યુઝ, ગોંડલ)

(11:54 am IST)