Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જસદણના ભંડારીયા ગામે રકતદાન કેમ્પ

જસદણ : કોરોના વાઈરસ સંક્રમણના કારણે સમગ્ર દેશમાં બ્લડ બેન્કમાં બ્લડની સખત અછત વર્તાય રહી છે ત્યારે જસદણના ભંડારીયા ગામના એક જાગૃત નાગરિક કિશોરભાઈ સગપરીયા એ જસદણ પ્રાંત અધિકારી ની મંજુરી લઈને રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ રકતદાન કેમ્પમાં ભાડલા પોલીસ કર્મી તેમજ ભંડારીયા ગામના આરોગ્યના કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી સહભાગી બન્યા હતાં ભાડલા પોલીસ તેમજ ભંડારીયાના સરકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પુરતો સહયોગ આપ્યો હતો અને આ રકતદાન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ૭૦ બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પ સફળ બનાવવા ભંડારીયા ગામના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:52 am IST)