Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કુવાડવા પંથકમાં પરપ્રાંતિય યુવતિને બ્લીડીંગ થયું, તબિબી તપાસમાં ગર્ભ હોવાનું ખુલ્યું

પ્રેમી થકી સગર્ભા બન્યાનું કબુલ્યું: પ્રેમીએ લગ્નની ખાત્રી આપતાં ઘરમેળે સમાધાન

રાજકોટ તા. ૧૧: કુવાડવા પંથકમાં રહેતાં પરપ્રાંતિય પરિવારની આશરે ૨૨ થી ૨૩ વર્ષની યુવતિને ઘરે હતી ત્યારે બ્લીડીંગ થવા માંડતા કુવાડવા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તબિબી તપાસમાં તેણીના પેટમાં ગર્ભ હોવાનું ખુલતા પરિવારજનો ચોંકી ગયા હતાં.

યુવતિ કુંવારી હોઇ આ બાબતે તબિબે એમએલસી કેસ (પોલીસ કેસ) જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. યુવતિ તેના માતા-પિતા તથા બીજા ભાઇ-ભાંડરડા સાથે રહે છે. તેણીએ પરપ્રાંતિય યુવાન થકી જ સગર્ભા થયાનું અને બાદમાં ગર્ભપાતની ગોળી લેતાં બ્લીડીંગ થયાની કબુલાત આપી હતી. યુવાને પોતે લગ્ન કરી લેશે તેવી ખાત્રી આપતાં હાલ ઘરમેળે સમાધાન કરી લેવાયું હોઇ પોલીસે ગુનો દાખલ કર્યો નથી.

(11:51 am IST)