Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ બાદ અરૂણોદય સોસાયટી અડધી બંધ

૬રના પ્રૌઢના સંપર્કમાં આવેલા લોકોની મેડીકલ તપાસ : આરોગ્‍ય વિભાગના અધિકારીઓના ધામા

 વાંકાનેર, તા. ૧૧ : વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા ૬ર વર્ષના પ્રૌઢ તાવ અને શરદીની બીમારી સબબ પાંચ દિવસથી રાજકોટની સ્‍ક્રાઇટ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યા છે જેનો ગઇકાલે કોરોના રીપોર્ટ માટે નમૂના લેવાયેલ જેનો તા.૧૦મીના રિપોર્ટ પોઝેટીવ આવતા સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને અરૂણોદય સોસાયટી ખાતે સંક્રમીતનું મકાન સહિતના વિસ્‍તારને સેનેટાઇઝરીંગ, ફસાય અને સોસાયટી શીલ કરવાની પ્રક્રિયા તાબડતોડ શરૂ કરવામાં આવી છે.

વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા જીતુભા બી. ઝાલા નામના ૬ર વર્ષના પ્રૌઢન તાવ-શરદીની બીમારી સબબ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટની સ્‍ક્રાઇટ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યાં હોવાનું જાણવા મળેલ છે. ગઇકાલે તેનો કોરોના ટેસ્‍ટ રિપોર્ટ કરવામાં આવેલ જે પોઝેટીવ આવતા સમગ્ર મોરબી જીલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે.

વિશ્વમાં કોરોનાની મહામારી સામે લડવા ભારતમાં લોકડાઉન સાથે જરૂરી પગલાઓ લવાય રહ્યા છે. લોકડાઉનના સખત પાલન ઉપરાંત શહેરમાં ક્રમસર સેનેટાઇઝરીંગ, સફાય, ડી.ડી.ટી. છંટકાવ સહિતની નગરપાલિકા તંત્ર તેની કામગીરી કરે છે. પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનું મજબૂત રીતે અને નિયમાનુસાર પાલન કરવામાં આવી રહ્યું છે.  સંક્રમણને ટાળવા સોશ્‍યલ ડીસ્‍કન્‍ટ અને ખોટી રીતે રખડતા લોકો સામે જરૂરી કાર્યવાહીમાં ખુદ પ્રાંત અધિકારી અને મામલતદાર પણ રસ્‍તા ઉપર આવી કડક કાર્યવાહી કરી રહ્યા છે. શહેરના પ્રવશે દ્વારો ઉપર ચેકપોસ્‍ટ ઉભી કરવામાં આવી છે આવી સારી કામગીરીને લઇને આજ સુધી કોરોનાને વાંકાનેરથી આધો રાખવા વહીવટી તંત્ર જજુમી રહ્યું હતું. તેમ છતાં આજે વાંકાનેરમાં પ્રથમ કોરોના પોઝેટીવ કેસની એન્‍ટ્રી થતાની સાથે જ મોરબી જીલ્લા આરોગ્‍ય અધિકારી કતીરા અને સ્‍થાનિક આરોગ્‍ય ટીમ ઉપરાંત જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. રાધીકા ભારાય, વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ. વસાયા, મામલતદાર આર.આર. પાદરીયા, નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, નગર પ્રમુખ રમેશભાઇ વોરા, પી.આઇ. એચ.એન. રાઠોડ, પી.એસ.આઇ. પી.સી. મોલીયા મેડમ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને સ્‍ટાફગણ રીપોર્ટની જાણ થતા જ વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં તપાસ અને જાણકારી મેળવવા પહોંચી ગયા હતાં જેમનો રિપોર્ટ પોઝેટીવ આવ્‍યો છે. તેમના ઘરે દોડી આવી, તેની ટ્રાવેલીંગ કે અન્‍ય કામગીરીની હીસ્‍ટ્રી તંત્ર દ્વારા મેળવાય રહી છે.

 હાલમાં અરૂણોદય સોસાયટીમાં સઘન સફાય સાથે સેનેટાઇઝરીંગની કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરી છે તેમજ સ્‍થાનિક અધિકારીઓએ સોસાયટીમાં ધામા નાખી સોસાયટી શેરીઓ શીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે સાથે જયાં જયાં જરૂરીયાત અને સંપર્કમાં આવેલા લોકોની આરોગ્‍ય તપાસણી કોરોન્‍ટાઇન વિગેરેની કામગીરી તંત્ર દ્વારા ક્રમસ હાથ ધરાશે.

વાંકાનેરમાં ગ્રીન ઝોનને લઇ વેપારીઓએ સાંજના પાંચ વાગ્‍યા સુધી ધંધો કરતા હતાં જે કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવ્‍યાની વાત વાયુવેગે પ્રસરતા વેપારીઓએ બપોરે ૧ વાગ્‍યાથી જ અરૂણોદય સોસાયટી અડધી જેમાં ૪ર જેટલા મકાનોમાં રહેતા રપ૦થી વધુને હોમ કોરોન્‍ટાઇન  કરવામાં આવ્‍યા છે અને આ ત્રણ શેરી ફરતે પતરા મારી શીલ કરાય છે.

(11:51 am IST)