Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જામનગરમાં કોરોના ના વધુ ૨ પોઝિટિવ કેસ : કુલ પોઝિટિવ ૨૮

જામનગર :::: જામનગરમાં આજે સવારે કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા ૨૮ એ પહોંચી છે.

આજે બે વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શનિવારે જિલ્લામાં અત્યાર સુધીમાં 26 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જો કે, રવિવારે કોરોના પોઝિટિવ કેસો સામે નહિ આવતા રાહત હતી. પરંતુ સોમવારે સવારે ફરી 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. અને અત્યારસુધીમાં જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 28 કેસો નોંધાયા છે. જ્યારે 2 બાળકોના મોત પણ થયા છે.

સોમવારે સવારે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારના 63 વર્ષીય વૃદ્ધ અને રણજીત સાગર રોડ પર આવેલ મારવાડાવાસમાં રહેતા 36 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યાનું તંત્ર દ્વારા સતાવાર જાહેર કરાયું છે.

(11:44 am IST)