Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મુંબઇથી જુનાગઢ આવેલ યુવકને કોરોના

પાંચમી તારીખથી હોમ ક્‍વોરોન્‍ટાઇન હતો : જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૩ કેસ

જૂનાગઢ તા. ૧૧ : મુંબઇથી જૂનાગઢ આવેલ મધુરમના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જુનાગઢ જિલ્લાના કોરોના કેસ વધીને ત્રણ થયા છે.

જુનાગઢ શહેરમાં પ્રથમ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયું છે.

જુનાગઢના મધુરમ વિસ્‍તારમાં રહેતો ૨૪ વર્ષીય યુવક મુંબઇ ગયેલ અને તેના પિતા સાથે ગત તા. ૫ મેના રોજ પરત આવેલ અને હોમ ક્‍વોરોન્‍ટાઇન હતો.

આ યુવાનનું સેમ્‍પલ મોકલવામાં આવેલ. ગઇકાલે ભાવનગર સ્‍થિત વાયરલ રિસર્ચ ડાઇગ્નોસ્‍ટીક લેબોરેટરીએ રિપોર્ટ મોકલ્‍યો હતો. જેમાં આ યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો.

આ અંગે રાત્રે કલેકટર ડો. સૌરભ પારઘી અને મ્‍યુ. કમિશ્નર તુષાર સુમેરાએ ટવીટ કરીને જૂનાગઢના મધુરમના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હોવાની જાણકારી આપી હતી.

આ યુવાન મુંબઇથી જૂનાગઢ આવ્‍યા બાદ હોમ ક્‍વોરોન્‍ટાઇન હતો અને છેલ્લા ત્રણ દિવસમાં યુવકને કોઇ મળ્‍યો ન હતો.

મનપાની મેડિકલ ટીમે આ યુવાનના ઘરે રાત્રે જ પહોંચી જઇને તેને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે મોકલી આપ્‍યો હતો.

(11:35 am IST)