Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જુના ઝઘડાના મનદુઃખથી 'ભાલો' મારી હત્યા

પુત્ર મનુભાઇ કાનાભાઇ કોળીને મોતને ઘાટ ઉતારી દઇ પિતા કાનાભાઇ વેલાભાઇને દોડીયાને ગંભીર ઇજા પહોંચાડી

ઉના, તા. ૧૧ : તાલુકાના માઢ ગામની ગરેડો સીમમાં જૂના ઝઘડાના મનદુઃખથી બઘડાટીમાં ભાલાનો ઘા મારીને મનુભાઇ કાનાભાઇ ડોડીયા કોળીની હત્યા કરી નાખી હતી. બઘડાટીમાં ભાલા તથા લાકડીના ઘા થતાં કાનાભાઇ વેલાભાઇ ડોડીયાને ગંભીર ઇજા થઇ હતી. બઘડાટીમાં સામસામી પોલીસ ફરીયાદ થઇ છે.

ઉનાની માઢ ગામની ગરેડો સીમમાં હત્યા થયેલ મનુભાઇ કાનાભાઇ ડોડીયાના પત્ની મનીષાબેનએ પોતાના પતિની હત્યા અંગે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે પોતે મનીષબેન અને આરોપીઓ વિરાભાઇ વેલાભાઇ ડોડીયા, ભરત વિરાભાઇ ડોડીયાની જમીન એક શેઢે આવેલ હોય અને છએક માસ પહેલા ખેતરના શેઢે પાણીના ભુંગળા નાખવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ જેનું મનદુઃખ ચાલતું હોય અને આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિ સુતા હોય તે તરફ બતી કરતા ફરીયાદીના પતિ તેને બતી નહીં કરવા કહેવા જતા આરોપીઓએ ફરીયાદીના પતિને ગાળો કાઢી બોલાચાલી કરી આરોપી ભરતે તેની પાસેના ભાલાનો એક ઘા ફરીયાદીના પતિ મનુભાઇ કાનાભાઇ ડોડીયાને છાતીના ડાબા ભાગે મારી જીવલેણ ઇજા કરી મોત નિપજાવી તેમજ ફરીયાદી સસરા કાનાભાઇ વેલાભાઇ ડોડીયાને મારી નાખવાના ઇરાદાથી આ ભરતે તેની પાસેનું ભાલાનો એક ઘા પેટમાં મારી જીવલેણ ગંભીર ઇજા કરી તથા આરોપી વિરાભાઇએ ફરીયાદીના ડાભા હાથના કાંડાના ભાગે લાકડાનો એક ઘા મારી મુંઢ ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ જણાવેલ કે પોતે ભરતભાઇ વિરાભાઇ ડોડીયા આ કામના ફરીયાદી તથા આરોપીઓની ખેતીની જમીન એક શેઢે આવેલ હોય અને પહેલા ખેતરના શેઢે પાણીના ભુંગળા નાખવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ જેનું મનદુઃખ ચાલતું હોય અને આરોપીઓએ ફરીયાદીએ બતી કરતા વાડીમા બતી કેમ કરો છો તેમ કહી ફરીયાદીને આરોપ  મનુભાઇ તથા આરોપી કાનાભાઇનાઓએ ગાળો આપી ઝઘડો કરી તેમજ આરોપી મનીષાબેનનાઓએ ફરી.ને લાકડાનું બટકુ માથાના ભાગે મારી ઇજા કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી હથિયાબંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરેલ. આ બનાવની તપાસ પોલીસ ઇન્સ્પેકટર વી.એન. ચૌધરી ચલાવી રહ્યા છે.

(3:49 pm IST)