Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કાળ પોકારતો'તોઃ કોરોનાથી બચવા પટેલ પરિવાર મુંબઇથી કચ્છ આવવા નિકળેલઃ અકસ્માત થતાં ૨ મોતઃ ર ગંભીર

ભુજ, તા.૧૧: કોરોનાના ભયથી બચવા રેડઝોન મુંબઈથી અનેક કચ્છીઓ વતન કચ્છ આવી રહ્યા છે. ત્યારે સરકારી પરમીશન લઈને મુંબઈથી રાપર આવી રહેલા પટેલ પરિવારની કારને નડિયાદના મહેમદાવાદ પાસે અકસ્માત નડ્યો હતો.

આગળ જતાં ટ્રેઇલરની પાછળ કાર ઘુસી જતાં કારમાં સવાર ૫૫ વર્ષીય મેઘજી ગેલા ગોઠી અને ૨૯ વર્ષીય ધર્મેશ વિનુ ખાંડેલાનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું.

જયારે મૃતક મેઘજીભાઈના પત્ની જશુબેન (ઉ.૫૪) અને કારચાલક હરેશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને નડિયાદના કઠલાલ મધ્યે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પરિવાર રાપરના તેમના વતન રામપર ગામે આવી રહ્યો હતો.

(3:49 pm IST)