Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રાહત...ભેંસાણના સરકારી ડોકટર અને પટ્ટાવાળાનો રીપોર્ટ નેગેટીવ આવ્‍યો

આજે બંનેને ડિસ્‍ચાર્જ કરાશેઃ કલેકટર ડો.સૌરભ પારધી

જુનાગઢ, તા., ૧૧: ભેંસાણના સરકારી ડોકટર અને પટાવાળાનો બીજો રીપોર્ટ રાત્રે નેગેટીવ આવતા તંત્રએ રાહત અનુભવી છે.

જુનાગઢના મધુરમ વિસ્‍તારના ર૪ વર્ષીય યુવકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા જુનાગઢ જર્િીલ્લાના કોરોના કેસ ત્રણ થયેલ.

ગત સપ્તાહમાં જુનાગઢ જિલ્લાના ભેસાણ સરકારી સામુહીક આરોગ્‍ય કેન્‍દ્રના તબીબ અને પટ્ટાવાળાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્‍યો હતો.

જો કે આજે સવારે કલેકટર ડો.સૌરભ પારધીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે  ભેસાણ સીએચસીના ડોકટર અને પટ્ટાવાળાના સેમ્‍પલ નવેસરથી લઇને ફરી ભાવનગર મોકલવામાં આવેલ. જો કે રાત્રે બંન્નેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે.

આ બંને હાલ સારવાર હેઠળ છે. પરંતુ બીજા રીપોર્ટ નેગેટીવ આવતા આજે બંનેને હોસ્‍પીટલમાંથી ડીસ્‍ચાર્જ કરવામાં આવશે તેમ જણાવીને કલેકટર ડો.સૌરભ પારધીએ વધુમાં જણાવેલ કે મુંબઇથી જુનાગઢ આવેલ. મધુરમ વિસ્‍તારના યુવકનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે, જેથી આ વિસ્‍તારને કન્‍ટેઇન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. 

તેઓએ વધુમાં જણાવેલ કે મધુરમ વિસ્‍તારમાં મ્‍યુ. કમિશ્નર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

(11:32 am IST)