Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કેસર કેરીના ઉત્પાદકોને રાહત પેકેજ આપો

વિનોદ બાંભણીયાએ મુખ્યમંત્રીને અપીલ કરીઃ ત્રિવિધ મારને લીધે ઉના-ગીરગઢડાના ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા

ઉનાઃઆજે સમગ્ર દેશમાં લોગ ડાઉનલોડમાં છે, કોરોના વાયરસની મહામારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે અને હવામાન પરિવર્તનને લીધે ભર ઉનાળે કેસર કેરીનો પાક તૈયાર છે પણ ઉના તાલુકાના ખેડૂત કેસર કેરી લઇને ચિંતામાં મુકાયા છે. જગતના તાતે આખું વર્ષ મહેનત કરી કેસર કેરીનો પાક ઉભો કરેલ. જે લોકડાઉનના કારણે ભાવ તળિયે ગયા છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ બંને જિલ્લાઓમાં કેસર કેરી ગઢ માનવામાં આવે છે. આ બંને જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. અહીંથી કેસર કેરીની વિદેશોમાં એકસ્પોર્ટ થાય છે, તેને લઇને ખેડૂતોને પણ પુરા ભાવ મળે છે.  લોકડાઉનના કારણ વિદેશોમાં કે ગુજરાતમાં મોકલી શકાતી નથી. જગતનો તાત ખેડૂત આજે દુઃખી થઇ રહ્યો છે ત્યારે વિનોદભાઇ બામણીયા મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા રજુઆત કરી છે કે ઉના ગીર ગઢડાના કેસર કેરીના ઉત્પાદકોને રાહત પેકેજ આપવામાં આવે.

(11:12 am IST)