Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પોસ્ટ વિભાગે મૃતક આર્મી જવાનના ઘરે જઈ ૧૨.૯૦ લાખની વીમા રકમની ચુકવણી કરી

પાલીતાણાના ભુતીયા ગામના આર્મી મેનનું અકસ્માતે અવશાન થતા

ભાવનગર, તા.૧૧: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભુતીયા ગામના રહેવાસી પ્રકાશભાઈ કે જેઓ આર્મીમાં સર્વિસ કરતા હતા અને રજા ગાળવા દ્યરે આવ્યા હતા તે દરમિયાન તેઓનું અકસ્માતે અવસાન થયું હતું. સ્વર્ગસ્થ ભારતીય પોસ્ટ વિભાગમાં ૧૦ લાખની વીમાની પોલિસી ધરાવતા હતા જેમનું માસીકઙ્ગ પ્રીમિયમ ૩૩૫૦/-હતું. અને ૫૬ મહિના સુધી નું પ્રિમીયમ તેમણે ભરેલું હતું તેમની પાકતી રકમ ૧૨,૯૦,૦૦૦ આ લોકડાઉનના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ જાળવીને બ્રાન્ચ પોસ્ટ મસ્તાર ગીરીશભાઈ, ગામના અગ્રણી કપિલભાઈ સરતાનપરા , ગ્રુપ લીડર બિલ્કેશભાઇ જોષી , સબ ડિવિઝનના ઇન્સ્પેકટરઙ્ગ જલુથારિયા વિગેરેનાઓએ રૂબરૂ જઈ અને પાકતી રકમની ચુકવણી ભૂતિયા ગામે જઈને કરેલ.ઉપરોકત કામગીરી ભાવનગર ડિવિઝનના અધિક્ષક વિપુલ ગુપ્તા તથા અમદાવાદ ADM PLI કે એમ દેસાઈના માર્ગદર્શન મુજબ કરવામાં આવેલ.

(11:10 am IST)