Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

અધિકારીઓ-સરપંચની સાર-સંભાળથી શ્રમિકો ભાવવિભોર બની વતન જવા રવાના

આટકોટ-મોટા દડવા આસપાના પરપ્રાંતિય શ્રમિકો બસમાં રવાના થયા. ટ્રેનમાં તેમનો વિશ્વાસ નહોતો. ગામની આગતા-સ્વાગતાથી પૂર્ણ સંતોષ પામ્યા હતા. વરસાદમાં રહેવું કયાં ? એ મુંઝવણથી અહિંના ૧૪૮૦માંથી પ૦૦ શ્રમિકો રાજીપા સાથે રવાના થયા હતા. ગોંડલના મામલતદાર પ્રાંત અધિકારી, પી.એસ.આઇ. કરશનભાઇ મેતા, મોટા દડવાના સરપંચ ભૂપતભાઇવાળાએ સંપૂર્ણ સંભાળ રાખી સાથે લાડુ-ગાંઠીયાના પેકેટ આપેલ. ૧૪ થીવધુ બસ રવાના થયેલ.

(11:09 am IST)