Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ઢાંકથી પરપ્રાંતિય મજુરોને પોતાના વતને રવાના કરાયા

ઉપલેટા તાલુકાના ઢાંક ગામેથી સરકારશ્રીના આદેશ અનુસાર ઢાંક ગ્રામ પંચાયત દ્વારા ઢાંકમાં રહેતા પરપ્રાંતિય મજુરોને પોતાના વતને જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકો રોજી-રોટી માટે પોતાના વતનને છોડીને ઢાંકમાં મજુરી કરવા આવ્યા હતા પણ હાલ આ કોરોનાની મહામારીના લીધે મજુરી કામ પણ બંધ થઈ ગયેલ હોય એવી સ્થિતિમાં મજુરોને પોતપોતાના વતનમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરીને કુલ ૮૧ જેટલા મજુરો તેમજ બાળકોને બે બસમાં બેસાડીને વતન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા (તસ્વીર-અહેવાલઃ પંકજગીરી ગોસ્વામી-ઢાંક)

(11:06 am IST)