Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભાવનગર જિલ્લાના ૮૬ થી ૧૦ વર્ષની ઉંમરના ૧૬ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ : કુલ ૪૪ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં હવે ૪૩ દર્દીઓ સારવારમાં

તમામ દર્દીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, હેન્ડગ્લોવ્ઝ તેમજ હેન્ડ સેનિટાઇઝર બોટલ અપાઇ

 ભાવનગર તા.૧૧ : ગત તા.૪ એપ્રિલના રોજ ભાવનગરના કાજીવાડ, દિવાનપરા ખાતે રહેતા ૪૮ વર્ષીય ફારૂકભાઈ અહમદભાઈ કુરેશી, તા.૧૮ એપ્રિલના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૬૦ વર્ષીય સતારભાઈ અબ્દુલભાઈ જેઠવા, તા.૧૮ એપ્રિલના રોજ ભાવનગરના કાજીવાડ, દિવાનપરા ખાતે રહેતા ૮૬ વર્ષીય નૂરબેન અહમદભાઈ કુરેશી, તા.૨૪ એપ્રિલના રોજ ભાવનગરના વડવા ખાતે રહેતા ૪૯ વર્ષીય ફારૂકભાઈ ગફારભાઈ ગનિયાની, તા.૨૬ એપ્રિલના રોજ બોટાદના માકડ ચોક ખાતે રહેતા નઝમાબેન સમિરભાઈ સેલોત, તા.૨૮ એપ્રિલના રોજ ભાવનગરના ઈન્ડિયા હાઉસ, રૂવાપરી રોડ ખાતે રહેતા ૫૦ વર્ષીય અમિનાબેન અબ્દુલકાદર યામિની, તા.૨૯ એપ્રિલના રોજ ભાવનગરના અમિપરા, સ્ટેશન રોડ ખાતે રહેતા ૬૫ વર્ષીય કિશોરભાઈ અમિરચંદ સોલંકી, તા.૩૦ એપ્રિલના રોજ ભાવનગરના વડવા ખાતે રહેતા ૫૨ વર્ષીય વહિદાબેન નિઝામભાઈ રાઠોડ, તા.૩૦ એપ્રિલના રોજ ભાવનગરના અમિપરા, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૩૮ વર્ષીય નૌશાદભાઈ યુસુફભાઈ કુરેશી, તા.૩૦ એપ્રિલના રોજ ભાવનગરના અમિપરા, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૩૩ વર્ષીય શબાનાબેન નૌશાદભાઈ કુરેશી, તા.૨૬ એપ્રિલના રોજ સિહોરના જુલુનો ચોક ખાતે રહેતા ૧૪ વર્ષીય મહમદઈરફાન હનિફભાઈ દસાડિયા, તા.૨૭ એપ્રિલના રોજ ભાવનગરના શિશુવિહાર ખાતે રહેતા ૨૪ વર્ષીય શબિનાબેન ઈર્શાદભાઈ ઉમરાળી, તા.૨૭ એપ્રિલના રોજ ભાવનગરના શિશુવિહાર ખાતે રહેતા ૨૯ વર્ષીય ઈર્શાદભાઈ યુસુફભાઈ ઉમરાળી, તા.૨૫ એપ્રિલના રોજ સિહોરના જુલુનો ચોક ખાતે રહેતા ૪૮ વર્ષીય સિરાજભાઈ હનીફભાઈ દસાડીયા, તા.૨૯ એપ્રિલના રોજ ભાવનગરના અમિપરા, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૧૦ વર્ષીય જય હિતેશભાઈ સોલંકી અને તા.૨૯ એપ્રિલના રોજ ભાવનગરના અમિપરા, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૧૧ વર્ષીય નિહાલ નૌશાદભાઈ કુરેશીના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ ૧૬ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ૩ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ તમામ દર્દીઓને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી.આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.ઙ્ગ

આમ તેર ભાવનગર શહેરી વિસ્તારના, બે સિહોરના તેમજ એક બોટાદના દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામા નોંધાયેલા ૯૪ કેસ પૈકી હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:04 am IST)